Thursday, August 20, 2009

8.રંજ...

એ વાત અલગ છે કે,
મારા તળીયાય ના ડૂબ્યા તારા મહી,
બાકી હુ તો તરાપો લઈ ને આવી હતી...

દુઃખ એ નથી કે ના કળી શકી તને હુ,
રંજ એ છે કે, હુ ઝાંઝવે ભીંજાણી હતી !!!
ShyAaMaA ShrEe

21/08/2009

8.30 A:M

Wednesday, August 19, 2009

7.શુભેચ્છા...

એક વડીલ મિત્ર ના ૫૧ મા જન્મદિને "રાધા અવતાર" નામ ના પુસ્તક સાથે જન્મદિવસ ની શુભેચ્છા ઓ પાઠવતા લખાયેલા શબ્દો
પૂજ્યશ્રી . . . સ્નેહિશ્રી. . . ભક્તશ્રી. . .
આપના વનાગમન ના આ શુભ દિવસે આ પ્રેમ લક્ષણા ભક્તિ નો પ્રાદુર્ભાવ આપને અર્પણ કરતા આનંદ અનુભવુ છુ. અને સાથે.......
શ્રી રાધાજી અને શ્રી ક્રુશ્નચન્દ્ર જી ના અખુટ અન અનંત પ્રેમ જેવો પ્રેમ આપના પારિવારીક જીવન મા જળવાઈ રહે......
શ્રી ક્રુશ્નચન્દ્ર જી ની આલ્હાદિનિ શક્તિ શ્રી રાધાજી નો આલ્હાદ આપના આગામી વાનપ્રસ્થાસન ને આનંદ અને સંતોષ સભર બનાવે....
શ્રી ક્રુશ્નચન્દ્ર જી અને શ્રી રાધાજી ની વેણુ નુ સ્વર સંગીત આપના આગામી જિવન ને મધુર સંગીત મય ને પરમાનંદ મય બનાવે....
શ્રી ક્રુશ્નચન્દ્ર જી નુ મોર પિછ્ પોતના સુંદર રંગો દ્વારા આપના જિવન ને સ્નેહ તથા વિશુધ્ધ પ્રેમ ના અનંત રંગો થી ભરપૂર કરે.....
શ્રી વૈકુન્ઠેશ્વરિ શ્રી લક્ષ્મીજી પોતનો અખૂટ વૈભવ અને ઐશ્વર્ય આપની પર સદ વરસાવે....
શ્રી ગોલોકેશ્વરિ શ્રી રાધાજી પોતાના પ્રેમ ની ખ્યાતી ની જેમ આપની ખ્યાતી વધારે....

આની સાથે ને આના જેવી અનેક, અનંત શુભછાઓ સાથે આપના જન્મ દિન નિમિત્તે ફુલ પંખ અર્પણ.....

ShyaMa ShrEe ૦૪/૦૭/૨૦૦૮

Tuesday, August 18, 2009

6.શ્યામાભિષેક ..એક પત્ર

હે શિવ,સાંભળ !!!
આખો શ્રાવણ મહિનો તારા નામ ની માળા ઝપતા,
સિઝનલ ભક્તો નુ કિડિયારુ ઉભરાય છે તારા ડેરે...
ઘરના ઘરડા, રસોડા મા વહુ,દેવ લોક મા દેવો,
વૈકુંઠ મા વિષ્ણુ,ઇન્દ્ર લોક મા ઇન્દ્ર,
ને પાછા રાક્ષસો યે તારા નામ ની માળા ફેરે. . .

ચાલ આજે તને થોડો આરામ આપુ,
તુ લોકો ના કષ્ટ કાપે છે ને,આજે હુ તારો થાક કાપુ,
હમેશા પૂજાયા કરે છે ને મહાદેવ બનીને,
તો આજે તુ બન શ્યામા ને હુ બનુ શિવ.
આજે તને પૂજન કરવનો મોકો આપુ...

પણ હા મારી પણ એક શરત છે,
પૂજા મારી છે એટલે મારા પ્રમાણે થવી જોઇયે...
તુ તો ભોળાનાથ છે.
તને તો ભભૂત,બિલી પત્ર અને દૂધ થી ચાલી જાય છે,
અમે રહ્યા મનુષ્ય, ઓછા લાકડે બળીયે એવા નથી.
ને એમાય પેલા તારા વ્હાલા શ્યામડા એ પોતાની માયાઓ ઓછી નથી મુકી...
બળ્યુ તને સંહારક બનાવ્યો એના કરતા સર્જનહાર બનાવ્યો હોત તો સારુ...
શ્મશાન અને હિમાલય ના અપ-ડાઉન મા તને માયા મુકવાનો વિચાર જ ના આવત.
ચાલ જવાદે હવે, જે થઈ ગયુ તે થઈ ગયુ.
હવે હુ મનુષ્ય છુ એટલે મારી જરુરિયાતો ને ધ્યાન મા લઈ ને મારી પૂજા શરુ કર...

દૂધ,દહિ,ઘી,મધ,સાકર વાળા પંચામ્રુત ની સામે
પ્રેમ,વિષ્વાસ,શ્રધ્ધા,સન્માન અને સત્કર્મ નાપંચામ્રુત નો અભિષેક કર. . . .
ત્રણ પંદડા વાળા બીલી પત્ર ની સામે,શીલ,સંતોષ અને શાન્તિ નુ ત્રિપત્ર ચઢાવ...
કાળા તલ અને દૂધ ની સામે,
સૂવિચારો અને તેમા અમલિકરણ દ્વારા સાફલ્ય નો,અભિષેક કર...
સાકર ના લાડુ ની સામે,પારિવારીક સંબંધો મા પ્રેમ નો ભોગ ધરાવ...
ગંધ,ધૂપ,અત્તર,અગરબત્તી ની સામે,સેવા કર્મો દ્વારા મારી સૂવાસ દૂર દૂર સૂધી ફેલાવ...
ઘંટા નાદ ની સામે તારા ડમરૂ ના નાદ થી મારા પથ ની બધી જ,અડચણો દૂર કર...
હવે આરતી માટે શુ કરીશ?
તુ તો મહાદેવ છે
તને તો પ્રસંશા સાભળવાની ટેવ છે,
સારુ ચાલ તારા માટે થઈ ને એ પણ સહન કરવા તૈયાર,
ને આમ પણ તારા દ્વારા પૂજાયા પછી પ્રસંશા ને પાત્ર થઈ જ ગઈ ને વળી હુ !

હુ તને આશિર્વાદ મા શુ આપુ ?
તુ તો ત્રીલોકી નાથ છે,
તારી એક લટ ના તોલે તો કુબેર નો ભંડાર પણ ઓછો પડે છે.
ને આમ પણ તુ તો ભાવ નો ભુખ્યો છે.
ચાલ એક કામ કરુ,
મારી ભક્તિ ને એક નવો ઓપ આપી,
આજે હુ પણ મારા ભાવ થી તારા માટે કઈક સર્જન કરુ.
ને મારો આ શ્યામભિષેક નામ નો પત્ર તને અર્પણ કરુ !!!

ShyaMa.. shreE

19/08/2009

5.શોઘ

શોધ્યા કરુ છુ કૈક, જે મળતુ નથી.
સર્જાયુ હશે કે કેમ, એ પ્રશ્ન છે.
હે ઈશ્વર...
હવે તો તારા પર શંકા થાય છે
ખરેખર તુ જ સર્જનહાર છે ને ?
શ્યામા શ્રી

4.રચના ?

હુ કૈ સર્જન હાર નથી તો રચનાઓ કરુ,
આતો તમે યાદ આવ્યા ને શબ્દો નીકળી પડ્યા...
કોઇએ કહ્યુ એને ગીત કોઇએ ગઝલ કે કવિતા,
તો કોઇ એ અછન્દસ કહી ને વખાણી કાઢ્યા...
પણ કોઇએ એ ના પુછ્યુ કે એવુ તો શુ હતુ ?
કેમ અચાનક આટલા બધા સ્ફુરણો નીકળી ગયા...
એવી તો કેવી અવ્યક્ત મનોદશા હતી ?
કે જેને વ્યક્ત કરવા માટે લખવા ની જરુર પડે ?
કેમ સમજાવુ આપ સર્વે ને કે આ કોઇ રચના નથી,
આ તો મારી વ્યાકુળતા,વિહવળતા અને,
અસહ્ય વિયોગિ વેદના નુ વાન્ગમય સ્વરુપ છે...
હવે કહો ! વેદના,વ્યાકુળતા કે વિહ્વળતા,
કોઇ વખાણવા ની વાત છે ?
હવે વખાણવુ કે વખોડવુ એ આપને સોપ્યુ...
લાગણી ને શબ્દ સ્વરુપ આપવા નો આઘાર,
પ્રસંશા નથી...

sHyaaMa shReE

18/18/2009

3.તમારી યાદ ને કહી દો ...

ભીતર મા કાળા વાદળો ઘેરાયા,
ને માનસપટ અન્ધકારે ચડ્યુ.
વરસુ વરસુ થયા નેણ ,
ને મન તમારા ભણકારે ચડ્યુ.
તમે ન આવ્યા કે ન તમારા વચનો...
લાગે છે કે એ બધા ફક્ત હૈયા ના હિલોળા હતા...

હવે તમારી યાદ ને કહી દો કે કોઇ તીક્ષ્ણ હથિયાર ની જેમ ભોંકે નહી.
તમારી યાદ ને કહી દો કે વીજળી ની જેમ ચમકારા ન કરે...
તમારી યાદ ને કહી દો કે વરસવા તત્પર થયેલા વાદળો ની જેમ,ગડગડાટ ન કરે.......
તમારી યાદ ને કહી દો કે ગાંડીતુર ગંગા ની જેમ ઉછાળા ન મારે....
તમારી યાદ ને કહી દો કે સીમા તોડવા આતુર દરિયાઈ મોજાઓ ની જેમ છલાંગો ન લગાવે...
તમારી યાદ ને કહી દો કે ફાટવા ની તૈયારી કરતા આભ ની માફક પોતાનુ પ્રભુત્વ ન જમાવે...
તમારી યાદ ને કહી દો કે ગ્રહણ માથી છુટતા સૂરજ ની જેમ, મારા સ્મ્રુતિ પટ માથી બહાર નીકળી,
તમારા માટે અધીરા થયેલા મારા મન પર ડોકાચીયા ન કરે...
તમારી યાદ ને કહી દો મારી વિહ્વળ ને વ્યાકુળ દશા પર અટ્ટહાસ્ય ન કરે...
નહીતો...
સંકોરેલા સંસ્મરણો...
છૂપાડેલા ઘા...
સન્તાડેલા ઉઝરડાં ...
અધુરા રહેલા ઉમળકા...
દુભયેલી ઊર્મીઓ...
ગુંગળયેલો આક્રંદ્...
રુંધાયેલી પોક...
દાબી દિધેલા ડૂસ્કાઓ...
અવ્યક્ત ફરિયાદો...
ને લઈ ને મારા આંસુ ઓ નુ કાળુ ઘોડાપૂર ધસમસશે,
આંખ મા વસેલા અંજન ની સાથે સાથે વહાવી ને લઈ જશે મારા અસ્તિત્વ ને....
ઢસડી ને લઈ જશે મને અન્ધકાર તરફ...
આકાશ ની પાછળ ના અવકાશ ને ફગાવી, અસ્તિત્વ ની અવગણના કરી, શૂન્ય મનસ્કતા તરફ ...
છિન્ન ભિન્ન કરી નાખશે મારી એક માત્ર બચેલી આશા ને...
માંડ માંડ ટકાવી રાખેલી મારી શ્રધ્ધા ને,
ને અદ્રશ્ય કરી નાખશે મારી હયાતી ને....
તો તમે શુ કરશો ?તમે તો કહેતા હતા કે,
I Need U.
માટે જ કહુ છુ કે તમારી યાદ ને કહી દો.
મને સતાવે નહી...

શ્યામાશ્રી...

17/08/200902-30-00

2.એકલતા

તારા વિના ભીન્જાયેલા નયનો થી, ઝન્ખવાયેલી મારી દુનિયા છે.
ઉગેલા દિવસ મા સૂરજ વગર, અન્ધ્કારાયેલી મારી દુનિયા છે.
ખીલેલા બાગ મા, કરમયેલા સૂરજમૂખી જેવી મારી દુનિયા છે.
વરસતા વરસાદે વૈશાખિ વયરા ની જેમ સૂકાયેલી મારી દુનિયા છે.
વસન્ત ની બહાર મા ખરુ ખરુ થઈ રહેલા પાન જેવી મારી દુનિયા છે.
શરદ ની શિતળતામા યે અગન જ્વળા સમી, ધોમધગતી મારી દુનિયા છે.
નામ, રૂપ, શબ્દ, સ્પર્શ, રસ, ગન્ધ થી પર છે તારુ અસ્તિત્વ,
છતા તેમા ગળાડૂબ ડૂબેલી મારી દુનિયા છે.
કૈક કહુ તો કોને કહુ ?તારા વિના હમેશા અધૂરી મારી દુનિયા છે.
ખાલીખમ્ ઓરડા મા એકલતા થી કંડોરાયેલી મારી દુનિયા છે.
હવે તુ આવ તો તને બતાવુ,જો તારા વિના કેવી મારી દુનિયા છે....

શ્યામા શ્રી...

1.શરુઆત

તારા વિયોગે વળાન્ક લીધો, ને શબ્દો ખરી પડ્યા,
ને ભીન્જાઈ આખ, તો આસુ સરી પડ્યા...
તને કૈક કહેવા ગઈ, તો ભાષા બદલાઇ ગઈ,
કલમ લીધી હાથ મા,તો કવિતા લખાઇ ગઈ...