તારા વિના ભીન્જાયેલા નયનો થી, ઝન્ખવાયેલી મારી દુનિયા છે.
ઉગેલા દિવસ મા સૂરજ વગર, અન્ધ્કારાયેલી મારી દુનિયા છે.
ખીલેલા બાગ મા, કરમયેલા સૂરજમૂખી જેવી મારી દુનિયા છે.
વરસતા વરસાદે વૈશાખિ વયરા ની જેમ સૂકાયેલી મારી દુનિયા છે.
વસન્ત ની બહાર મા ખરુ ખરુ થઈ રહેલા પાન જેવી મારી દુનિયા છે.
શરદ ની શિતળતામા યે અગન જ્વળા સમી, ધોમધગતી મારી દુનિયા છે.
નામ, રૂપ, શબ્દ, સ્પર્શ, રસ, ગન્ધ થી પર છે તારુ અસ્તિત્વ,
છતા તેમા ગળાડૂબ ડૂબેલી મારી દુનિયા છે.
કૈક કહુ તો કોને કહુ ?તારા વિના હમેશા અધૂરી મારી દુનિયા છે.
ખાલીખમ્ ઓરડા મા એકલતા થી કંડોરાયેલી મારી દુનિયા છે.
હવે તુ આવ તો તને બતાવુ,જો તારા વિના કેવી મારી દુનિયા છે....
શ્યામા શ્રી...
Subscribe to:
Post Comments (Atom)

આંસુ ને અલગ કરી સ્રુષ્ટી નું ફુલો ભરેલુ સ્મીત તને મોક્લુ છુ.
ReplyDeleteપ્રભુ ને મળેલી મારી પ્રાર્થનાનો અખંડ આનંદ તને મોક્લુ છુ.
દીવા પર નું અજવાળુ તને મોક્લુ છુ.
મારા ભાગનો ગ્યાન પ્રકાશ તને મોક્લુ છુ.
તું વધુ મધુરી બને તેથી મારો સ્વરનાદ તને મોક્લુ છુ.
સ્નેહના સગપણ છે આતો ન છુટે ન ટુટે ના કોઇ લુટે
તું ક્યરેય એકલતા ના અનુભવે તેથી, સ્નેહ રંગી યાદ તને મોક્લુ છુ.
જોઇને તારુ સ્મીતભર્યુ મુખડું છલકી જાઇ છે આંખડી,
અંગત કેહવાઇ એવી હુંફ તને મોક્લુ છુ.
વેદના વીણી લીધી છે તારા ભાગની,
આનંદથી છલકતી ક્ષણ-ક્ષણ તને મોક્લુ છુ
wha saresh lakyou chhe
ReplyDelete