Tuesday, August 18, 2009

6.શ્યામાભિષેક ..એક પત્ર

હે શિવ,સાંભળ !!!
આખો શ્રાવણ મહિનો તારા નામ ની માળા ઝપતા,
સિઝનલ ભક્તો નુ કિડિયારુ ઉભરાય છે તારા ડેરે...
ઘરના ઘરડા, રસોડા મા વહુ,દેવ લોક મા દેવો,
વૈકુંઠ મા વિષ્ણુ,ઇન્દ્ર લોક મા ઇન્દ્ર,
ને પાછા રાક્ષસો યે તારા નામ ની માળા ફેરે. . .

ચાલ આજે તને થોડો આરામ આપુ,
તુ લોકો ના કષ્ટ કાપે છે ને,આજે હુ તારો થાક કાપુ,
હમેશા પૂજાયા કરે છે ને મહાદેવ બનીને,
તો આજે તુ બન શ્યામા ને હુ બનુ શિવ.
આજે તને પૂજન કરવનો મોકો આપુ...

પણ હા મારી પણ એક શરત છે,
પૂજા મારી છે એટલે મારા પ્રમાણે થવી જોઇયે...
તુ તો ભોળાનાથ છે.
તને તો ભભૂત,બિલી પત્ર અને દૂધ થી ચાલી જાય છે,
અમે રહ્યા મનુષ્ય, ઓછા લાકડે બળીયે એવા નથી.
ને એમાય પેલા તારા વ્હાલા શ્યામડા એ પોતાની માયાઓ ઓછી નથી મુકી...
બળ્યુ તને સંહારક બનાવ્યો એના કરતા સર્જનહાર બનાવ્યો હોત તો સારુ...
શ્મશાન અને હિમાલય ના અપ-ડાઉન મા તને માયા મુકવાનો વિચાર જ ના આવત.
ચાલ જવાદે હવે, જે થઈ ગયુ તે થઈ ગયુ.
હવે હુ મનુષ્ય છુ એટલે મારી જરુરિયાતો ને ધ્યાન મા લઈ ને મારી પૂજા શરુ કર...

દૂધ,દહિ,ઘી,મધ,સાકર વાળા પંચામ્રુત ની સામે
પ્રેમ,વિષ્વાસ,શ્રધ્ધા,સન્માન અને સત્કર્મ નાપંચામ્રુત નો અભિષેક કર. . . .
ત્રણ પંદડા વાળા બીલી પત્ર ની સામે,શીલ,સંતોષ અને શાન્તિ નુ ત્રિપત્ર ચઢાવ...
કાળા તલ અને દૂધ ની સામે,
સૂવિચારો અને તેમા અમલિકરણ દ્વારા સાફલ્ય નો,અભિષેક કર...
સાકર ના લાડુ ની સામે,પારિવારીક સંબંધો મા પ્રેમ નો ભોગ ધરાવ...
ગંધ,ધૂપ,અત્તર,અગરબત્તી ની સામે,સેવા કર્મો દ્વારા મારી સૂવાસ દૂર દૂર સૂધી ફેલાવ...
ઘંટા નાદ ની સામે તારા ડમરૂ ના નાદ થી મારા પથ ની બધી જ,અડચણો દૂર કર...
હવે આરતી માટે શુ કરીશ?
તુ તો મહાદેવ છે
તને તો પ્રસંશા સાભળવાની ટેવ છે,
સારુ ચાલ તારા માટે થઈ ને એ પણ સહન કરવા તૈયાર,
ને આમ પણ તારા દ્વારા પૂજાયા પછી પ્રસંશા ને પાત્ર થઈ જ ગઈ ને વળી હુ !

હુ તને આશિર્વાદ મા શુ આપુ ?
તુ તો ત્રીલોકી નાથ છે,
તારી એક લટ ના તોલે તો કુબેર નો ભંડાર પણ ઓછો પડે છે.
ને આમ પણ તુ તો ભાવ નો ભુખ્યો છે.
ચાલ એક કામ કરુ,
મારી ભક્તિ ને એક નવો ઓપ આપી,
આજે હુ પણ મારા ભાવ થી તારા માટે કઈક સર્જન કરુ.
ને મારો આ શ્યામભિષેક નામ નો પત્ર તને અર્પણ કરુ !!!

ShyaMa.. shreE

19/08/2009

1 comment:

  1. waaaah, koi malyu shiv ne kehvaa vaalu,
    man mukine pujvaa nu kehvaa valu,
    amr to kahiye shiv ne k aakho shravan
    ame taara dwaare aaviye, tu kyaarek to
    amare dwaar aav ! ne tame to bhaai waah
    pujaa karvaa nu j kahyu. ABHINANADAN

    ReplyDelete