Thursday, September 17, 2009

9.માનવ...

મીરા ગરકાવ થઈ શ્યામ નામ ના સાગર મા,

એણે તો વિષ ને પણ અમ્રુત બનાવી દીધુ.

નથી હાથ લાગે તેમ કશુ ડૂબી ને માનવ મા,

અમ્રુત તુલ્ય હેત નેય વિષ સમ બનાવી દીધુ.

પ્રેમ ના સ્વાંગ મા ઝળકતા સ્વાર્થે,અપેક્ષાને

લાગણી ના નામ નુ પહેરણ પહેરાવી દીધુ.

પ્રેમ ને માણવાના બહાને,પવિત્રતા પર,

વાસના નુ કાળુ કફન ઓઢાડી દીધુ.

સ્વયં પ્રભુ ને રામ રૂપે અવતરવા નુ મન થાય,

તેવા પીંડ ની કલ્પના નુ નામ હતુ મનુષ્ય,

હવે તો ઈશ્વર ને પણ શરમ આવતી હશે,

કે મે આ માનવ નામ નુ શુ બનાવી દીધુ!!!

શ્યામા શ્રી.
17/09/2009
07:00 Pm.

1 comment:

  1. પ્રેમ ને માણવાના બહાને,પવિત્રતા પર,

    વાસના નુ કાળુ કફન ઓઢાડી દીધુ.
    ek dam sachhi vat kahi chhe

    ReplyDelete