Thursday, September 17, 2009

10.યાચના...


અહી,તહી સર્વે મહી વર્તાય તુ,

એવુ કઈક મારી પાસ યાચુ...

દ્વન્દ્વો ની પાર ની દુનિયા ના,

એવા ગગન નો અવકાશ યાચુ...

હયાતી હોય જ્યા ઈશ ની,

વસુ હું, મોકળાશ યાચુ...

પામવાનુ સુખ જ્યા પૂર્ણ હોય,

પવિત્ર પ્રેમ ની પળ ચાર પાંચ યાચુ...

દંભ ના પડદા ને ફગાવી,

સહજતા નો સંગ્રામ યાચુ...

અહંકાર નુ કવચ તોડી નાખી,

તારા સામર્થ્ય નો સ્વીકાર યાચુ...

જીવ ને શિવ નો ભેદ મુખ્ય,

અપૂર્ણતા ને સંપૂર્ણતા ની સ્વીક્રુતિ,

તારા પૂર્ણ સ્વરુપ ના શરણે આવી

તારી ભક્તિ નો રસથાળ યાચુ...

SHYAMAA SHREE

18/09/2009

10:30AM

1 comment:

  1. jagat man aaj sachu chhe.. jene aa merm samjay tenu jivan dhanya thay,

    ReplyDelete