Tuesday, August 18, 2009

3.તમારી યાદ ને કહી દો ...

ભીતર મા કાળા વાદળો ઘેરાયા,
ને માનસપટ અન્ધકારે ચડ્યુ.
વરસુ વરસુ થયા નેણ ,
ને મન તમારા ભણકારે ચડ્યુ.
તમે ન આવ્યા કે ન તમારા વચનો...
લાગે છે કે એ બધા ફક્ત હૈયા ના હિલોળા હતા...

હવે તમારી યાદ ને કહી દો કે કોઇ તીક્ષ્ણ હથિયાર ની જેમ ભોંકે નહી.
તમારી યાદ ને કહી દો કે વીજળી ની જેમ ચમકારા ન કરે...
તમારી યાદ ને કહી દો કે વરસવા તત્પર થયેલા વાદળો ની જેમ,ગડગડાટ ન કરે.......
તમારી યાદ ને કહી દો કે ગાંડીતુર ગંગા ની જેમ ઉછાળા ન મારે....
તમારી યાદ ને કહી દો કે સીમા તોડવા આતુર દરિયાઈ મોજાઓ ની જેમ છલાંગો ન લગાવે...
તમારી યાદ ને કહી દો કે ફાટવા ની તૈયારી કરતા આભ ની માફક પોતાનુ પ્રભુત્વ ન જમાવે...
તમારી યાદ ને કહી દો કે ગ્રહણ માથી છુટતા સૂરજ ની જેમ, મારા સ્મ્રુતિ પટ માથી બહાર નીકળી,
તમારા માટે અધીરા થયેલા મારા મન પર ડોકાચીયા ન કરે...
તમારી યાદ ને કહી દો મારી વિહ્વળ ને વ્યાકુળ દશા પર અટ્ટહાસ્ય ન કરે...
નહીતો...
સંકોરેલા સંસ્મરણો...
છૂપાડેલા ઘા...
સન્તાડેલા ઉઝરડાં ...
અધુરા રહેલા ઉમળકા...
દુભયેલી ઊર્મીઓ...
ગુંગળયેલો આક્રંદ્...
રુંધાયેલી પોક...
દાબી દિધેલા ડૂસ્કાઓ...
અવ્યક્ત ફરિયાદો...
ને લઈ ને મારા આંસુ ઓ નુ કાળુ ઘોડાપૂર ધસમસશે,
આંખ મા વસેલા અંજન ની સાથે સાથે વહાવી ને લઈ જશે મારા અસ્તિત્વ ને....
ઢસડી ને લઈ જશે મને અન્ધકાર તરફ...
આકાશ ની પાછળ ના અવકાશ ને ફગાવી, અસ્તિત્વ ની અવગણના કરી, શૂન્ય મનસ્કતા તરફ ...
છિન્ન ભિન્ન કરી નાખશે મારી એક માત્ર બચેલી આશા ને...
માંડ માંડ ટકાવી રાખેલી મારી શ્રધ્ધા ને,
ને અદ્રશ્ય કરી નાખશે મારી હયાતી ને....
તો તમે શુ કરશો ?તમે તો કહેતા હતા કે,
I Need U.
માટે જ કહુ છુ કે તમારી યાદ ને કહી દો.
મને સતાવે નહી...

શ્યામાશ્રી...

17/08/200902-30-00

3 comments:

  1. જ્યારે જાણ્યુ કોઇ દિવના નિ વાત છે.
    મને થયુ આ તો મારા જ જ્માના નિ વાત છે.

    ReplyDelete
  2. તારા ગયા પછી જીવનમા, મારી પાસે બે જ તો, સારી દોસ્ત હતી, એક તારી યાદ હતી ને, બીજી આ હવા, તારો અણસાર લાવી હતી

    ReplyDelete
  3. wha wha bovj saresh ek dam sachi haki kat lakhi che

    ReplyDelete